શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D.Higher Secondary School,Mundra | Memorial Building

મેમોરિયલ બિલ્ડીંગ

શેઠ પોપટભાઈ વીરજી મમોરિયલ બીલ્ડીંગ

શાળા દિન પ્રતિદિન વિકાસ પામતી હોઈ શાળા માટે નવા મકાનની જરુરત ઉભી થતા સ્વ. પોપટભાઈ વીરજીના ટ્રસ્ટીઓ શ્રી કાનજીભાઈ વીરજી,શ્રી પ્રાગજીભાઈ હીરાચંદ,શ્રી હરિલાલભાઈ શંભુલાલભાઈ તથા શ્રી મુળજીભાઈ નથુભાઈ તરફથી સ્વ.શેઠ પોપટભાઈ વીરજી મેમોરીયલ બીલ્ડીંગ બાંધવા માટે રૂ. 40,000/-ની ઉદાર સખાવત કરવામાં આવી તથા ઠા.નેણશી જેઠાની વિધવા સંતોકબાઈના ટ્રસ્ટી શેઠ અભેચંદ કપુરચંદે રુ. 4000 નું આ મકાન બાંધવા પ્રથમ દાન આપ્યું. કાંઠાવા મકાન બહાર શેઠ ઈબજી શીવજી ખારીવાડી નામે ઓળખાતી વાડી રૂ.8000 માં અઘાટ ખરીદી કરી. તા. 12/5/1951નાં રોજ તે વખતના કચ્છના ચીફ કમિશ્નર શ્રી સી.કે.દેસાઈ આઈ.સી.એસ. ના વરદ હસ્તે શીલારોપણ વિધિ કરી બાંધકામ શરુ કરવામાં આવ્યું. પુરેપુરી સગવડતાવાળું મકાન બનાવવા વિશેષ ફંડની જરુર ઉભી થતાં તે વખતની કમિટીની વિંનંતીથી શ્રી કાનજીભાઈ વીરજી અને માનદમંત્રી શ્રી જાની પ્રાણશંકર આત્મારામ ફંડ કરવા આફ્રિકા ગયેલાં, જયાં શ્રી વલ્લભદાસભાઈ હીરજી કાપડીયા, ( મનુભા )અને શ્રી ભવાનજી ઘેલાભાઈ ગોર જેવા સુહદયી ભાઈઓના પ્રયાસ અને માર્ગદર્શનથી રૂ. 57410 આના ફાળો થયો. તેમ અન્ય બક્ષિસો રુ. 14828 મળી કુલ્લ રુ. 1,12,238 પ્રાપ્ત થયેલ જે રકમમાંથી શેઠ પોપટભાઈ વીરજી મેમોરિયલ બીલ્ડીંગ તૈયાર થઈ જતા જુન 1953માં કચ્છના ચીફ કમિશ્નર શ્રી ઘાટગે સાહેબના વરદ હસ્તે ઉદઘાટન વિધિ કરવામાં આવેલ અને હાઈસ્કુલ વિભાગ ધો. 8 થી 11 આ મકાનમાં બેસવા લાગ્યા. ઓગષ્ટ 1953થી મિડલ સ્કુલ વિભાગ પણ આ મકાનમાં આવી જતા બન્ને વિભાગો પણ આ મકાનમાં આવી જતાં બન્ને વિભાગો એકત્ર બેસવા લાગ્યા.અને બંન્ને વિભાગનું સંચાલન જે પહેલાં અલગ હતું. તે આ મકાનમાં કુંજબાઈ મહેતા એમ.એ.એમ.એડ.ને સોપવામાં આવેલ હતું.

પુરોહિત બિલ્ડીંગ

માજી વિદ્યાધિકારી સાહેબશ્રી વિઠઠલજીભાઈ કેશવજી દવે તથા સ્વ. શેઠ કેશવજીભાઈ તથુ સેલર તથા શ્રી અધિકારી રેવાશકરભાઈ તુલસીના તનતોડ પ્રયાસ થી સ્વ. હરિરામ વેલજીની મિલ્કતના ટ્રસ્ટીઓ તરફથી તેમનું આરોગ્ય ભવન આ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું. અત્રે એ નોંધવું વિષયાંતર થશે છતાં જણાવવું જરુરી છે કે માજી વિદ્યાધિક શ્રી સાહેબ શ્રી વિઠઠલજીભાઈ કે. દવે એ શાળાના મેળવડમાં જણાવેલ કે જાયરે આ સંસ્થાને હું હાઈસ્કુલ બનેલી જોઈશ ત્યારે જ મારી સદગતિ થશે. આજે આપણે 1948થી આ સ્વપ્ન સાકાર થયેલું જોઈએ છીએ. એઓશ્રીનો આ સંસ્થા પ્રત્યેનો પ્રેમ ઉલ્લેખનીય છે.