શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D.Higher Secondary School,Mundra | Rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ મેળવવા પ્રક્રિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનમાં શરૂ થાય છે. અને બે સત્રનું હોય છે. પહેલું સત્ર જૂનથી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બરથી એપ્રિલનું હોય છે. વાલીઓને પોતાના બાળકોનાં એડમિશન માટેનું ફોર્મ શાળા પાસેથી લેવાનું હોય છે. એડમિશન પ્રક્રિયા જૂન માસનાં પ્રથમ સપ્તાહમાં કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનાં એડમિશન માટે વાલીએ શાળા છોડયાનું પ્રમાણપત્ર,ફોટોગ્રાફ તથા અગાઉના વર્ષનું પરિણામપત્ર રજૂ કરવાનું હોય છે. સ્થાનિકે વસવાટ કરતા તથા અન્ય કોઈપણ શાળામાં એડમિશન ન મેળવી શકનાર વિદ્યાર્થીઓને શકય હોય ત્યાં સુધી આ શાળામાં એડમિશન આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીનાં મેરીટ કે પરિણામના ટકાને ધ્યાનમાં લેવામાં આવતા નથી. કારણકે સંસ્થા એજયુકેશન ફોર ઓલ નાં સિધ્ધાંતમાં માને છે. આમ છતાં સામાન્ય કે તેથી નબળી કક્ષાનાં વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવી  ઉચ્ચ પરિણામ હાંસલ કરે છે.

ગુજરાતીની બહારના વિદ્યાર્થીઓનો એડમિશન માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનાં હસ્તાક્ષર ફરજિયાત છે.

ફી સ્વીકારવાના નિયમો

પ્રથમ તથા દ્વિતીય સત્રની ફી દરેક સત્ર શરૂ થયાને 15 દિવસમાં રોકડથી ભરવાની હોય છે.

નવા એડમિશન માટે એડમિશન વખતે સત્રની ફી ભરવાની હોય છે.