શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D.Higher Secondary School,Mundra | Vanche Gujarat

વાંચે ગુજરાત

ગુજરાત રાજયની સ્થાપનાનાં 50 વર્ષ પૂર્ણ થયાની સ્વર્ણિમ જચંતિને સમગ્ર રાજય અને કવિધ કાર્યક્રમમાં સ્વરૂપમાં યોજી રહયુ છે. ત્યારે મુંદરા શેઠ આર.ડી.ઉ.મા. શાળામાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની શાળા પુસ્તકાલય અને સાહિત્ય જીવંત બન્યું.

શાળાનાં વિદ્યાર્થીઓ આદર્શ વિચારોને વાંચે, વિચારે અને પરિણામ સ્વરૂપ  વિકસે એવા ઉમદા હેતુથી પ્રારંભ થયેલું. વાંચે ગુજરાત અભિયાન શેઠ આર.ડી.શાળામાં આચાર્ય  અને ગ્રંથસારથી શિક્ષકોનાં નિષ્ઠાવાન પ્રયાસોથી વાસ્તવિક સ્વરૂપમાં અભિયાન સાબિત થયું.

શાળાનાં પ્રથમ સત્રનાં જુન મહિનાથી વાંચન પ્રેરણા સભાઓ,વાંચક શિબિરો, પુસ્તક પથ્રોનાસ ગ્રંથયાત્રાઓ નિષ્ણાંત વ્યકિતઓનાં પ્રેરક વકતવ્યો, શ્રેષ્ઠ વાચક સ્પર્ધા અને તરતાં પુસ્તક યોજના, વર્ગ પુસ્તકાલય જેવા અનેક કાર્યક્રમોથી શાળા વાંચકો અને પુસ્તકેથી ખરા અર્થમાં ગ્રંથ મંદિર બની.

શાળાનાં યુવાઆચાર્ય શ્રી એસ.ડી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સાહિત્ય રસિક શિક્ષકો શ્રી એમ.એમ.ઠાકોર,શ્રી એમ.એચ.ઠકકર, કુ. એન.ડી. બજરીયા, શ્રી આર.એલ.વણકર, શ્રી કે.જે. બારીયા અને શ્રી આર.એલ.વણકર, શ્રી કે.જે.બારીયા અને શ્રી આર.બી. ત્રિવેદી ગ્રંથસારથિ શિક્ષકો તરીકે નિમણુક પામ્યા અને આ અભિયાનને સફળ બનાવવાં સહિયારા ભગીરથ પ્રયાસો હાજ ધરવામાં આવ્યા.

તરતું પુસ્તક યોજના

શાળા પુસ્તકાલયમાંથી નીકળતું પુસ્તક શાળાનાં વિદ્યાર્થીઓનાં હાથમાં વાંચનનાં માધ્યમથી જીવંત બને, એક વિદ્યાર્થીનાં હાથ માંથી બીજા વિદ્યાર્થિઓના હાથમાં પુસ્તક ફરતું રહે., તરતું રહે અને ઉમદા વિચારો વંચાતા રહે એ યોજના હેઠળ શાળાનાં તમામ વિદ્યાર્થીઓને અનેક સમુહમાં વહેંચી શ્રેષ્ઠપુસ્તકોને તરતાં મુકવામાં આવ્યા. દરેક સમુહમાં એક આદર્શ વાચક વિદ્યાર્થીઓની નોંધ રાખે એવી આયોજન બધ્ધ યોજનાથી આ સમગ્ર સંકલ્પ ખરા અર્થમાં સાકાર થઈ રહયો છે આજે શાળાનું પુસ્તકાલયનાં અનેક રસ દર્શન કરાવતાં પુસ્તકો વિદ્યાર્થીઓમાં જીવંત બનીને વંચાઈ રહયાં છે.

પ્રેરણા સભા

વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ વાંચન તરફ પ્રેરાય અને શાળા પુસ્તકાલય વિદ્યાર્થીઓથી ઉભરાય એવા હેતુઓને સિધ્ધ કરવા માટે શાળામાં પ્રેરણાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીની વચ્ચે યોજાયેલાં કાર્યક્રમમાં મુંદરા તાલુકા વાંચન સમિતિનાં અધ્યક્ષ ડૉ.એલ.વી. કફલ અને રાજય વાચન સમિતિનાં સભ્ય ડૉ. કેશુભાઈ મોરસીણા સાહેબે વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ વિશે પ્રેરણાદાયી વકત્તવ રજૂ કયા હતાં.

વાંચક શિબિર

શાળામાં તારીખ દરમિયાન આચાર્ય અને ગ્રંથસારથી શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બે દિવસીય વાચક શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ ધરાવતાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓની ભાગીદારીમાં યોજાયેલ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ ધરાવતાં પસંદગી વિદ્યાર્થીઓની ભાગીદારીમાં યોજાયેલ આ શિબિરનું સાચા અર્થમાં શાળાનાં વાચંનનું મહત્વ દર્શક બની હતી. આ શિબિરમાં યોગ અને આંગિક કસરતોને અગત્યનો ભાગ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ શિબિરમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં શાળાના ગ્રંથ સારથી પણ પોતાના મનગમતા પુસ્તક પર ભાવવાહી શૈલીમાં વાર્તાલાપમાં શાળામાં યુવા આચાર્યશ્રી વ્યાસ સાહેબે પણ પોતાનાં મનગમતાં પુસ્તક પર ભાવવાહી શૈલીમાં વાર્તાલાપ યોજયો હતો. શાળાનાં શિક્ષકો પણ પોતાનાં મનગમતાં પુસ્તક વિશે માહિતી આપી હતીં.

શિબિરાર્થીઓએ પણ પોતાનાં મનગમતાં પુસ્તક વિશે વકતવ્યો રજૂ કર્યા હતાં. શાળા વિદ્યાર્થીઓ કુ.ઝકીયા,કુ.ધારા,કુ. ઝિલ, મહેશ્વરી કમલેશ વિગેરે પોતાનાં ગમતાં પુસ્તકોનો આછેરો પરિચય શબ્દોનાં માધ્યમથી વ્યકત કર્યો હતો.

એક સાથે વાંચે ગુજરાત

તારીખ- 30-10-2010ના સમગ્ર ગુજરાતમાં સવારે 9 થી 10 દરમિયાન એક કલાક એક સાથે વાંચે ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાનાં એક હજાર વિદ્યાર્થીઓએ મુંદરામાં ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, આર.ડી.એજયુ., ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધમેન્દ્રભાઈ અને માનદમંત્રીશ્રી વિશ્રામભાઈની હાજરીમાં એક સાથે વાંચે ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારબાદ શાળાનાં પ્રાર્થના હોલમાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનની પણ અતિથિઓએ અને વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ પુસ્તક પ્રદર્શન સમગ્ર વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ વાચક સ્પર્ધા

વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ ખરા અર્થમાં વાચક જીવ બને  એવા હેતુને સિધ્ધ કરવા સમગ્ર ગુજરાતની શાળામાં શાળા સ્તરે, તાલુકાસ્તરે અને શાળા વિકાસ સંકુલ સ્તરે શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા .14-12-2010નાં રોજ શાળામાં મુંદરા તાલુકા કક્ષાની શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુંદરા તાલુકાની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓએ ભાગ લીધો હતો. આ શાળાના પાંચ વિદ્યાર્થીઓએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં ધોરણ 11ની વિદ્યાર્થીની કુ. ખત્રી જકીયા એ. એ તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.

પ્રશ્રપેટી

શાળામાં અભ્યાસ કરતા દરેક  વિદ્યાર્થીને અભ્યાસને લગતા કે અભ્યાસ સિવાયના કેરિયરને લગતા વ્યવસ્થાને લગતા,તરૂણાવસ્થાને લગતા કેટલાંક પ્રશ્રો હંમેશા મનમાં ઉભા થતા હોય છે. જેને તે સામાન્ય શિક્ષણકાર્ય દરમ્યાન પછી શકતો નથી.

આ માટે પ્રશ્રપેટી શાળામાં જાહેર સ્થાન ઉપર મૂકવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ પોતાનું નામ લખીને અને લખ્યા સિવાય ચિઠીમાં પોતાનો પ્રશ્ર પુછી શકે તેવી વ્યવસ્થા છે. સપ્તાહમાં એકવાર આ વાંચન થાય છે. અને પ્રશ્રોના સમાધાન કરવામાં આવે છે. વ્યવસ્થા અને કેરિયરને લગતા પ્રશ્રોના જવાબ આચાર્યશ્રી અથવા દ્વારા જરૂર પડયે પ્રાર્થના સભામાં જાહેરમાં આપવામાં આવે છે. નામ સાથે આ વેલી ચિઠીની રજુઆતનો જવાબ જે તે સંલગ્ન વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે છે.

  • જોવા મળતા ફાયદા
  • એકી સાથે ઘણી બધી વાતો પ્રશ્રોતર સાથે ચર્ચાતી જાય અને સમજાતી જાય.
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતા વધે.
  • શાળાની ગમતી બાબતો અને નગમતી બાબતો બધાને જાણવા મળે.
  • વ્યવસ્થામાં સુધારા કરીને વધુ વિદ્યાર્થીલક્ષી કરી શકાય છે.
  • વિદ્યાર્થીના અમુક મુંઝવતા પ્રશ્રો જે એ કયારેય કોઈને પુછી શકતો નથી એ પ્રશ્રપેટીના માધ્યમથી પૂછી શકે.
  • વિદ્યાર્થીઓમાં પ્રશ્ર પુછવાની ટેવ વિકસે.

રામહાટ

શાળાના બાળકોના સતત શિક્ષણમાં ઘણીવાર પેન, પેન્સિલ, નોટ વગેરે જેવી નાની બાબતો અચાનક ખલાસ કે પુરી થઈ જાય તો વિક્ષેપ પડતો હોય છે. વળી,આવી નાની નાની પણ અગત્યની વસ્તુ લેવા વિદ્યાર્થીઓ છેક શાળાથી દૂર આવેલી સ્ટેશનરીની દુકાન સુધી ધકકો પડતો હોચ છે. તેના માટે આ શાળામાં વર્ષ-2009માં રામહાટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. શાળાનાં બંન્ને માળે એક સ્થળે ટેબલ પર દુકાનમાં હોય એ રીતે અભ્યાસ ઉપયોગી વસ્તુઓ જેવી કે નોટ.બોલપેન,પેન્સિલ,રબર, ફુટપટ્ટી વગેરે ગોઠવવામાં આવ્યાં છે. જેથી જે વિદ્યાર્થીને ચાલુ અભ્યાસે જે વસ્તુની જરુર પડે ત્યારે તરતજ એ આ સ્ટોલથી પોતાની જરુરિયાતની વસ્તુ લઈ અભ્યાસ ચાલુ રાખી શકે. ઉપરાંત ખાસ બાબત એ છે કે દરેક વસ્તુ પર તેના ભાવનું લેબલ છાપેલ હોય છે. અને બાજુમાં પૈસાનો ડબ્બો રાખવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થી જે વસ્તુ લે તેની કિંમતની રકમ તે ડબ્બામાં સ્વયં તે ડબ્બામાં સ્વયં નાખી દે . આ રકમ તેની પાસે ત્યારે ના હોય તો બીજા સમયે પણ તે નાખી શકે છે. આ માટે કોઈ વિદ્યાર્થી પૈસા નાખી વસ્તુ લે છે કે નહી તેનું કોઈ મોનીટરીંગ રાખવામાં આવેલું નથી. તેમછતાં આ વ્યવસ્થા હેઠળ રામહાટ ની બેલેન્સ એટલીજ સતત જળવાઈ રહી છે. આ રીતે વિદ્યાર્થીઓમાં ઈમાનદારી, જવાબદારી, ઇમાનદારી જવાબદારી ની ભાવના કેળવાય છે.