શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D.Higher Secondary School,Mundra | VikasYatra

વિકાસ યાત્રા

હવે સંસ્થાની તેજોમય વિકાસ યાત્રાનો પ્રારંભ થયો. અત્યાર સુધી અંગ્રેજી ધો-1 થી 6 સાથે સને 1922થી પુરોહિત બીલ્ડીંગ માં બેસતા પરંતુ જનતાની મેટ્રીકનો વર્ગ શરૂ કરવાની માંગણી તીવ્ર હોઈ તે વખતની ઈન્ટીરીયમ કમિટિ જેના પ્રમુખશ્રી તુલસીદાસભાઈ મૂળજી શેઠ હતા અને મંત્રીશ્રી રણછોડભાઈ નાથા હતા. તેઓએ તા. 2-8-48ના રોજ શેઠ કેશવજી દામોદરની વંડી ભાડે ઈલ સ્વ. શેઠ મગનલાલ ગલાલચંદના પ્રમુખપણા હેઠળ જાહેર મેળાવડો કરી તે સ્થળે ધો. 8 થી 10 નો હાઈસ્કુલ વિભાગ ખોલવામાં આવ્યો અને મિડલ સ્કુલ વિભાગ ધો. 5 અને 7 ને પુરોહિત બિલ્ડીંગમાં અલગ કરવામાં આવ્યો. બન્ને સંસ્થાના આચાર્યો અલગ રહેતા.

હાઈસ્કુલ વિભાગના ઉદઘાટન પ્રસંગે શેઠ હાથીભાઈ ગલાલચંદ તરફથી શાળાને શુભેચ્છા તરીકે રૂ. 5000/-નું દાન તથા શેઠ હાજી જાનમામદ પ્રેમજી હા.લઘુભાઈ જાનમામદ પ્રેમજી હા.લઘુભાઈ જાનમામદ તરફથી રૂ. 1001/- નું દાન આપવામાં આવ્યુ અને મેટ્રીક (હાલનું ધો.12)નો વર્ગ શરુ કરવામાં આવ્યો  સને 1948થી આ શાળા પૂર્ણ કક્ષાની  હાઈસ્કુલ બની. અત્રે એ નોંધવું જરૂરી છે કે સને 1952માં શાળાનું પરિણામ 100 ટકા આવેલું.

તાલુકાની બહેનો પણ જ્ઞાન પ્રસારમાં પાછળ ન રહી જાય તે માટે સને 1938માં આ શાળામાં વિદ્યાર્થીઓને દાખલ કરી સહ-શિક્ષણ શરૂ કર્યું. શાળાની પ્રથમ વિદ્યાર્થીનીઓ કુ.તીલોત્તમા સી.દેસાઈ અને કુ.મધુમતી જયશંકર રાવળ હતી. આજે પણ આ બહેનો શિક્ષણ જગતમાં જ્ઞાન પ્રદાન કરી પોતાની મૂળ શાળા પ્રત્યે ઋણ ચુકવી રહી છે.તે બાદ ટ્રસ્ટના પ્રયાસથી વિદ્યાર્થીનીઓની શિક્ષણની માંગી વિશેષ હોવાથી તે વખતના પ્રમુખશ્રી વાઘજીભાઈ કે.સોલંકી અને માનદમંત્રીશ્રી ભોગીલાલભાઈ નાનચંદ મહેતા તેમજ કારોબારીના સભ્યોના પ્રયાસથી તા. 20-6-1960ના દિવસે શ્રી ભવાનજી અરજણ ખીમજી એમ.પી..ના અધ્યક્ષપણા હેઠળ ગુજરાત રાજયના જાહેર બાંધકામ ખાતાના નાયબ પ્રધાન શ્રી પ્રેમજીભવાનજી ઠકકરના વરદ હસ્તે આદર્શ કન્યા વિદ્યાલયની પુરોહિત બીલ્ડીંગ માં ઉદ્રગાટન વિધિ કરવામાં આવી. આદર્શ કન્યા વિદ્યાલય માં સને -1964-65માં અનુક્રમે ધો. 10,11 શરૂ થતાં સને 1956થી શેઠ આર.ડી.હાઈસ્કુલનો  હાઈસ્કુલ વિભાગ વિદ્યાર્થીઓ પુરતો મર્યાદિત બન્યો. હાલેપણ ધો. 5 થી 7 ના પ્રાથમિક વિભાગમાં સહ શિક્ષણ છે.

સને 1966 થી આદર્શ કન્યા વિદ્યાલય ભગિનિ સંસ્થા સી.કે.એમ.કન્યા વિદ્યાલય તરીકે પાંગરી રહી છે. અને ડીસે. 1967થી તે પુરોહિત બીલ્ડીંગ માંથી બદલીને ટ્રસ્ટના મકાન કાનજી માધવજી બીલ્ડીંગમાં બેસે છે.

સ્વ.તુલસીદાસ મૂળજી શેઠ જેમણે કચ્છમાં સાસ્વતમ સંસ્થા દ્વારા કચ્છને ખુણેખુણે હાઈસ્કુલો સ્થાપી જ્ઞાનયજ્ઞ આરંભ્યો. તેઓશ્રી આ ટ્રસ્ટના ટ્રસ્ટી હતાં. તેમની ઈચ્છા મુંદરાને શિક્ષણને કેમ્પસ બનાવવાની હતી. તેમની ઈચ્છાને પરિપૂર્ણ કરવા પ્રમુખશ્રી ડૉ. પી.વી.પંડયા ,માનદમંત્રીશ્રી ચમનલાલ વી.ભટ્ટ તેમજ કારોબારી ના સભ્યશ્રીઓએ કમર કસી અને તેઓના પ્રયત્નના ફળરૂપે 15મી જૂન 1970 ને રોજ મુંદરા કોલેજ ઓફ એજયુકેશન અને શેઠ લખમશી નવું પ્રાથમિક અધ્યાપન મંદિર તરીકે પાંગરી રહયાં છે. તે સમયનાં સંસ્થાના પ્રમુખ ડૉ.પી.વી.પંડયા,માનદમંત્રી શ્રી ચમનલાલભાઈ એન. શાહ અને કારોબારીના સભ્યશ્રીઓના અથાગ પ્રયત્નોથી મુંદરામાં પૂર્વ પ્રાથમિક તાલીમ કોલેજ શરૂ કરવામાં આવી. સને 2008માં આટર્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના કરી પ્રગતિના સોપાનમાં એક નવો ઉમેરો થયો. આમ બાલમંદિરથી અનુસ્નાતક કક્ષાની તમામ તાલીમ સંસ્થાઓ એક ટ્રસ્ટના નેજા  હેઠળ આજ પણ કાર્યરત છે.જે શિક્ષણ જગતમાં ખૂબ ગૌરવ સમાન બાબત છે.