શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D. Higher Secondary School, Mundra | About Us

શાળા વિશે

જેવી રીતે માનવીને તેની જિંદગીની દાસ્તાન હોય છે અને ભાવિ જીવનના એધાણ આપતા અવનવા બનાવ હોય છે તેવી રીતે સંસ્થાને પોતાનો આગવો ભાતીગળ ઇતિહાસ હોય છે. ઈ.સ. 1908માં મુંદરા મુકામે સંસ્થાનું બીજ રોપવામાં આવ્યું ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ નાનકડા બીજમાંથી અનેક વિભાગોમાં વિભાજિત થયેલી એક મહાન સંસ્થા શેઠ આર.ડી.મુંદરા સ્કુલ ટ્રસ્ટ પાંગરશે. સંસ્થાની આ ચેતનવંતો ઈતિહાસ ઘડવામાં સુવાભાવી દાતાઓ કાર્યકરો, આચાર્યો,શિક્ષકો,શિક્ષકેતર કર્મચારીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોનાં તપ,સાધના,કર્તવ્ય,નિષ્ઠા અને ધ્યેય નિષ્ઠા રહેલાં છે. તેમનાં કાર્યના સુફળ રુપે આપણી સમક્ષ આ મહાન સંસ્થા ખડી છે.

શાળાનો જન્મ

અંગેજી કેળવણીને ઉત્તેજન આપવાનાં હેતુથી શ્રી દેવજી કુંવરજી શમા, શ્રી અધિકારી રેવાશંકરભાઈ તુલસી,રા.બ.શેઠ શ્રી કેશવભાઈ નથુ સેલર જે.પી.તથા ચાર ગૃહસ્થો (જેઓ પોતાના નામો પ્રસિધ્ધમાં લાવવા રાજી નથી) ના સતત પ્રયાસના ફળરૂપે મુંદરામાં એક અંગ્રેજી સ્કુલ સ્થાપવાની અગત્ય સ્વીકારી એક ફંડ ઉભું કરવામાં આવ્યું.જેમાં પહેલી અને મોટી સહાયતા મોટી ખાખરવાળા શેઠ શ્રી રણસીભાઈ દેવરાજ તરફથી રૂ. 5001/-ની થઈ જેથી આ શાળાનું નામ શેઠ રણસીભાઈ દેવરાજ મુંદરા ઈંગ્લીશ સ્કુલ પાડવામાં આવ્યું.

કચ્છના યુવારાજ કુમાર શ્રી વિજયરાજજી મહારાજ ( માધુભા ) ના શુભ લગ્નની ખુશાલીના સ્મારક તરીકે તા. 6-2-1908 વસંત પચમીને રોજ મુંદરાના રા.બ.કેશવજીભાઈ નથી સેલર જે.પી.ના પ્રમુખસ્થાને એક જાહેર સભા બોલાવી. શેઠ રણસીભાઈ દેવરાજના શુભ હસ્તે ભાટીયા ઠા. હરિ ભીમજીના મકાનમાં અંગ્રેજી ધો. 1,2 ( હાલના ધો.12 ) ની શાળા શરૂ કરવામાં આવી. શાળાના પ્રથમ દિવસે અંગ્રેજી ધો. 1માં 11 અને ધો. 2 માં 15 વિદ્યાર્થીઓ મળી કુલ 26 વિદ્યાર્થીઓ હતાં. શાળાના પ્રથમ આચાર્ય સ્વ.પ્રભાશંકર હરિશંકર વ્યાસ, પ્રથમ શિક્ષક સ્વ. જદુરામ ખીમજી જોષી અને પ્રથમ વિદ્યાર્થી શ્રી કાર્યસ્થ વિશનજી ભાણજી હતા. આપણે જાણીને આનંદ થશે કે શાળા સ્થાપનામાં જેનો મહત્વનો ફાળો હતો. એવા શ્રી દેવરાજ કુંવરજી શમા તેમજ અધિકારી રેવા શંકરભાઈ તુલસીએ થોડાસમય સુધી શિક્ષકો તરીકે માનદ સેવા આપેલી. શ્રી દેવજી કુંવરજી શર્મા તરફથી તેઓશ્રીની અંગત લાયબ્રેરી જેમાં અંગ્રેજી,ગુજરાતી,સંસ્કૃત,હિન્દી,ફારસીવિ. જુદી જુદી ભાષાઓના મળી કુલ્લ 1337 પુસ્તકો હતા. તે શાળાને ભેટ આપવામાં આવેલ.

શાળાની પ્રગતિ

સન 1930 સુધી અંગ્રેજી ધો. 5  (  હાલના ધો-9  ) સુધી આ શાળામાં અભ્યાસ થયો. તે બાદ વિશેષ અબ્યાસાથે ભુજ રાજકોટ,અમદાવાદ કે મુંબઈની હાઈસ્કુલોમાં જવાનું જયાંની ખ્યાતનામ શાળાઓમાં વિદ્યાર્થીઓને વગર કસોટીએ પ્રવેશ મળતો જે માટે આચાર્યશ્રી અમૃતલાલ આર.ઢેબર અને શ્રી નારાણદાસ બી.પટેલ અને તેમના સ્ટાફના સભ્યશ્રીઓ ધન્યવાદને પાત્ર છે. અંગ્રેજી ધો. 5 સુધી અત્રે અભ્યાસ કરી સ્વ. શર્મા જમનાશંકર ભગવાનજી અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કુલ માંથી સને 1914માં સૌથી પ્રથમ મેટ્રીક ( હાલની એસ.એસ.સી .) માં પાસ થયા તેની ખુશાલીમાં અત્રેની શાળામાં રજા જાહેર કરવામાં આવી.

સને 1925 માં અત્રેથી અંગ્રેજી ધો. 5 સુધી અભ્યાસ કરી શ્રી ટી.એમ.શેઠ, શ્રી વી.આર.મહેતા અને શ્રી.આર.એમ.ધોળકીયા ભુજ ઓલ્ફેડ માંથી મેટ્રીકની પરીક્ષા આપી 100 ટકા પરિણામ લાવેલ.

સને 1920 થી 32 દરમ્યાન શાળાના મેનેજીંગ કમિટિની પ્રમુખ તરીકે શ્રી રેવા શંકરભાઈ હ.વકીલ ઉપપ્રમુખ તરીકે ડૉ. મુળજી ગોવિંદજી શેઠ અને માનદ મત્રીશ્રી હરિભાઈ પ્રભુજી જાની હતાં.અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શેઠ વેલજી લખમશી નપુ હતાં.

સને 1931માં અંગ્રેજી ધો.6 ( હાલનું ધો 12 )શરુ થયું. આ વર્ષે શિક્ષકોએ પરિશ્રમ લઈ વિદ્યાર્થીઓને અંગ્રેજી ધો.6,7 સાથે કરાવી ભુજની ઓલ્ફર્ડ હાઈસ્કુલ દ્વારા મેટ્રીકની પરીક્ષા અપાવી 66 ટકા પરિણામ લાવેલ.

સને 1935માં અંગ્રેજી ધો.7 ( હાલનું ધો12 ) નો ટ્રાયલ કલાસ શરુ કરવામાં આવેલ.અંગ્રેજી ધો.-7નો વર્ગ બોમ્બે યુનિ દ્વારા માન્ય થયેલ ન હોઈ. મેટ્રીકનું ફોર્મ ભુજના ઓલ્ફેડ હાઈસ્કુલમાંથી ભરવામાં આવતું આ વિદ્યાર્થીઓ  મેટ્રીકમાં ઉતીણ થઈ સ્કોલરશીપો પ્રાપ્ત કરતાં પરંતુ બોમ્બે યુનિ. નારવાઈઝડ થયેલ રૂલને અનુસરી 130 દિવસનાં હાજરી સિવાય સ્કુલ ફોર્મ ઈસ્યુ કરી શકે નહિ એટલે નાઈલાજે સને 1935માં અંગ્રેજી ધો.-7નો વર્ગ બધ કરવો પડયો. આ ઓકસ્ટ્રા વર્ગ માટે તે વખતના આચાર્ય શ્રી બી.જી.નાડકણી અને તેના સ્ટાફે આપેલી લેવા નોંઘપાત્ર છે.