શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D. Higher Secondary School, mundra | Achievements

ઉપલબ્ધીઓ

એમ્પ્લોઈ ઓફ ધ ઈયર-એક નવતર પ્રયોગ

શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષક મુખ્ય ધ્રુવ છે. શિક્ષક જેટલો સક્રિય એટલા વિદ્યાર્થીઓ પણ સક્રિય રહે...એટલું શિક્ષણ પણ જીવંત રહે...તેથી શિક્ષક સતત સક્રિય અને ઉત્સાહથી પોતાનું કાર્ય કરે એવા હેતુથી આ શાળામાં દર વર્ષે એક શિક્ષકને એમ્પ્લોઈ ઓફ ધ ઈયર નો એવોર્ડ આપવાની શરુઆત કરી. દર વર્ષે શિક્ષકની પસંદગી કરવા વિદ્યાર્થીઓના અભિપ્રાયો, શાળાના શિક્ષકોનું મૂલ્યાંકન,જયુરી કમિટિનું મૂલ્યાંકન, પરીક્ષામાં તેના વિષયનું પરીણામ, શાળા અને સમાજની રચનાત્મક પ્રવૃતિમાં તેનું વિશેષ યોગ દાન વગેરે પાસાઓને ધ્યાનમાં લઈ કરવામાં આવે છે.

શાળાના વાર્ષિકોત્સવમાં દર વર્ષે આ એવાર્ડ શિક્ષકને આપવામાં આવે છે. સન 2006થી આ શાળામાં શરૂ થયેલી આ પ્રવૃતિમાં અત્યાર સુધીમાં એવોર્ડ મેળવેલ શિક્ષકોના નામ નીચે મુજબ છે.

(1) શ્રી નિલેશ પી. દાણીધારિયા - વર્ષ 2005-2006,યોગદાન, સઘન શૈક્ષણિક કાર્ય ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમ, વહીવટી કાર્યોમાં મદદ, વિદ્યાર્થીઓ માટેની યોગશિબિર યોગદાન, શાળાના જાહેર કાર્યક્રમોની વ્યવસ્થા વગેરે જેવા યોગદાનને કારણે શાળાના પ્રથમ એમ્પ્લોઈ ઓફ ધ ઈયરની પસંદગી પામનાર શિક્ષક. જેઓ હાયર સેકન્ડરીમાં કોમર્સ વિષયના શિક્ષક છે. સન 1991થી આજ શાળામાં ફરજ બજાવે છે.

(2) શ્રી મનોજ એમ.ઠાકોર - વર્ષ-2006-2007,યોગદાન, સતત શૈક્ષણિક કાર્ય ઉપરાંત, વહીવટી કાયોમાં સતત મદદરુપ થનાર, શાળાંમાં સ્કાઉટની કામગીરીનું સફળ સંચાલન,હિન્દી,રાષ્ટ્રભાષા પરીક્ષાઓનું સફળ સંચાલન, ડિબેટ વગેરે જેવી પ્રવૃતિમાં યોગદાન બદલ તેઓએ આ એવાર્ડ પ્રાપ્ત કર્યો. તેઓશ્રી સન 1993થી આ શાળાના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ગુજરાતી-સંસ્કૃત જેવા વિષયો ખુબ રસપ્રદ પધ્ધતિથી ભણાવે છે.

(3) શ્રી ધર્મેન્દ્ર વી.ગૌસ્વામી, વર્ષ 2007-2008, યોગદાન ,સન-1991થી શાળામાં હાયર સેકન્ડરીમાં ઈલેકટ્રીક ગેઝેટ વિષયના ઉધોગ શિક્ષક તરીકે સેવા આપે છે. ઉધોગ શિક્ષક હોવા છતાં બીજા વિષયોનું સફળતાપૂર્વકનું અધ્યાપનકાર્ય, શાળા વ્યવસ્થા અને વહીવટી કાર્યો,યોગ શિબિર,સ્પોટર્સ વગેરે જેવી પ્રવૃતિમાં યોગદાન આપવા બદલ તેમણે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો.

(4) શ્રી દિપસંગજી જે. જાડેજા, વર્ષ 2008-2009,યોગદાન- શાળાના માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત શાળામાં યોજાતી, તમામ પરીક્ષાઓનું સફળ સંચાલન,કેરીયર કોર્નરનું સફળ સંચાલન તેમજ વહીવટી કાર્યોમાં મદદરુપ થવા બદલ તેઓશ્રીએ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો.તેઓશ્રી આ શાળામાં સન 2002થી આ શાળામાં ફરજ બજાવે છે.