શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D. Higher Secondary School, Mundra | Default

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

જૈફ ઉંમર પહોંચેલી વ્યકિતને એમ પુછવામાં આવે કે તમારા જીંદગીનો યાદગાર પ્રસંગ કે જીવનની સ્વીટ મેમરી મધુર સ્મૃતિની કોઈ ઘટના પ્રસંગ કહો... તો મોટેભાગે તે તેના વિદ્યાર્થીકાળ દરમ્યાનની સ્ફૂર્તિને તાજી કરશે. દરેક વ્યકિતના જીવનમાં તેનો વિદ્યાર્થીકાળ સમયનું સંભારણું બન્યો હોય છે.

બીજા વિશ્વયુદ્વ બાદ કંગાળ-બરબાદ અને છિન ભિન્ન થઈ ગયેલાં જર્મનીને બેઠું કરવા માટે તેનો બૌધિકો એકઠા થયા અને જે કાંઈ બચ્યું છે - જે કાંઈ શકિત બાકી રહેવા પામી છે તે તમામ પ્રકારની શકિતઓ એકઠી કરીને તેને શિક્ષણ પાછળ વાપરવાનું નકકી કર્યું. આપણે જાણીએ છીએ કે ત્યારબાદ જર્મન પ્રજાએ શું કર્યુ એમ કહેવાય છે કે જો જેલખાના બંધ કરવા હોય તો શાળાઓ ખોલવાનું શરૂ કરો. આદિ કાળથી એક યા બીજા સ્વરૂપે સમાજે શિક્ષણનાં મહત્વને સ્વીકાર્યું છે.

કચ્છના પેરિસ તરીકે ઓળખાતા આ બંદરિય નગરમાં છેક ઈ.સ. 1908થી શિક્ષણની જયોત પ્રકટાવનાર પ્રાત સ્મરણિય શેઠશ્રી રણશીભાઈ દેવરાજનું ઋણ આપણે ચુકવી શકવાના નથી. 98 વર્ષ દરમ્યાન પેઢીની પેઢીઓ અહિંથી વિદ્યા મેળવી ગઈ... હજારો વ્યકિતઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાડનાર  આર.ડી.એજયુકેશન ટ્રસ્ટનું સમાજ પર ઋણ છે. માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં પણ વેપાર-વણજ અને ઉચ્ચ હોદા ઉપર રહી સમાજની બહુમુલ્ય સેવા કરનાર આર.ડી.પૂર્વ વિદ્યાર્થીઓની યાદી ખૂબ લાંબી બની શકે તેમ છે.

ટ્રસ્ટના પૂર્વના અને અત્યારના સૂત્રધારોને આ સંસ્થાને વિસ્તારી છે.. જતનથી સિંચી છે અને હદયપૂર્વક પ્રેમ કર્યો છે. પરિણામે  તેનું ફલક વિસ્તારી શકાયું છે ને મૂળ પોત કાયમ રાખી સમયાંતરે તેમાં પરિવર્તન કરી આધુનિકતાની ભાતભરી છે.ખૂબ થયું છે અને ઘણું કરવાનું બાકી છે. સમગ્ર ટ્રસ્ટની ધરી સમાન અને મૂળભૂત ઉદેશય સાથેની સંસ્થા એટલે આર.ડી.હાઈસ્કુલ...

એક એવી સ્કુલ જયાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી દેશ-વિદેશમાં સ્થાયી થયા છે.કોઈક બેંકમાં મેનેજર થયા, કોઈક કંપનીમાં મેનેજર,કોઈક સરકારી અધિકારી,કોઈક બીઝનેશમેન, કોઈક એડવોકેટ,તો કોઈ મેડીકલ ઓફીસર.. તે સૌને કયારેક ને કયારેક પોતાની સંસ્થા યાદ આવે ખરી.... પરંતુ દૂર હોય તો પોતાની શાળા વિશે ન જાણી શકાય કે ન જોઈ શકાય. તેથી શાળાની વેબસાઈટ દ્વારા તેઓ આ શાળાના સંપર્કમાં આવશે, પરોક્ષ રીતે જોડાઈ શકશે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ શાળા વિશેની આધુનિક માહિતિ આ વેબસાઈટ પરથી મળી શકશે. તેઓને પોતા વિશેની અને  પોતાના સમયની શાળાની માહિતિ પણ આ વેબસાઈટ પરથી મળી રહે તે પ્રકારનો પ્રયાસ આ વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યો છે. શાળાના વર્તમાન વિદ્યાર્થીઓના વાલીઓ પણ પોતાના સંતાન વિશેની શૈક્ષણિક પ્રગતિ જાણી શકશે. હાલે આ શાળામાં જે જે પ્રવૃતિઓ થાય છે તેની માહિતિ માત્ર શાળા અને નગર પુરતી ન રહેતા આ શાળા પ્રત્યે જેને લગાવ છે એવા તમામ લોકો આ વેબસાઈટ પરથી શાળા વિશેની આધુનિક પ્રવૃતિઓથી માહિતગાર થશે. દૂરદૂરથી કોઈને આ શાળાનો સંપર્ક કરવો હોય તો તે હવે શકય બનશે.. આશા છે આ વેબસાઈટ આ શાળાનાં તમામ શુભેચ્છકો, વિદ્યાર્થીઓ,વાલીઓ, સંલગ્ન સંસ્થાઓ વગેરે, સૌને ઉપયોગી થશે...

શ્રી સ્નેહલ દિનેશકુમાર વ્યાસ
આચાર્યશ્રી

ધ્યેય કથન

 1. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કારો અને મૂલ્યોનું સિંચન થાય.
 2. વિદ્યાર્થીઓમાં સકારાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ થાય.
 3. વિદ્યાર્થીઓ જીવન જીવતા તેમજ માણતાં શીખે.
 4. શાળાનો વિદ્યાર્થી આધુનિક યુગના નૂતન પ્રવાહો,ટેકનોલોજી અને સમય સાથે કદમ મિલાવી શકે.
 5. વિદ્યાર્થીઓમાં સાહસિકવૃતિ વિકસે.

દ્રષ્ટિ કથન

અમે શેઠ આર.ડી.એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્મયિક શાળા પરિવારનાં સભ્યો કેળવણીની પ્રક્રિયાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા મૂલ્યો વિભૂષિત જીવન પ્રત્યે સકારાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતાં સુસંસ્કૃત,આધુનિક ભારતીય વિશ્વ નાગરિકનું નિમાઁણ કરી સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વ નિભાવીશું.

શાળાના ગોલ્ડન ગોલ

 1. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કારો અને મૂલ્યોનું સિંચન થાય.
 2. વિદ્યાર્થીઓમાં સકારાત્મક દષ્ટિકોણનો વિકાસ થાય.
 3. વિદ્યાર્થીઓ જીવન જીવતાં તેમજ માણતાં શીખે.
 4. શાળાને વિદ્યાર્થી આધુનિક યુગના નૂતન પ્રવાહો,ટેકનોલોજી અને સમાજ સાથે કદમ મિલાવી શકે.
 5. વિદ્યાર્થીઓ દેશના નાગરિક તરીકેની પોતાની જવાબદારીઓ સમજે. સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વ નિભાવે.
 6. વિદ્યાર્થીઓમાં સાહસિકવૃતિ વિકસે.
 7. વિદ્યાર્થીઓમાં સાહિત્ય અને કલાઓ પ્રત્યે રૂચી કેળવાય.
 8. વિદ્યાર્થીઓ યોગ,રમત-ગમત,તેમજ અંગ કસરત દ્વારા શારિરીક રીતે સુદ્વઢ બને.
 9. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે,કુદરતી સંપતિનું જતન કરવા માટે સક્રિય થાય.
 10. વિદ્યાર્થીઓના વ્યકિતત્વનો વિકાસ થાય.
 11. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાના ગુણ વિકસે.