શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - સ્કાઉટીંગ પ્રવૃતિ

પ્રસ્તાવના –

સ્કાઉટીંગ પ્રવૃતિના જન્મદાતા અને પ્રણેતા રોબટ સ્ફટીનસન સ્મીથ� બેઠન પોવેલ ઈ.સ. 1899થી શરૂ કરેલ આ પ્રવૃતિ ભારતમાં 1909માં કેપ્ટન ટી.એચ.બેકરે બેંગલોરની બીશપ કોટન કોટન સ્કૂલમાં કરી હતી. આ શાળામાં લગભગ અડધી સદીથી ચાલી રહેલી સ્કાઉટ ની પ્રવૃતિ હાલઆ શાળાના મ.શિ.શ્રી મનોજ માનસિંહ ઠાકોર સંભાળી રહયા છે. જે સુભાષસેના ના નામથી રજીસ્ટર્ડ થયેલ છે. આ સેનામાં 32 સ્કાઉટ બાલવીરો સક્રિયપણે બાલવીરો સક્રિયપણે ભાગ લે છ..આ વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી સ્કાઉટની તાલીમ લે છે.

ઉદેશ્યો–

 1. બાળકના ચારિત્ર્ય અને વ્યકિતત્વનો વિકાસ
 2. મુશ્કેલીઓનો સામનો કરવાની શકિતઓ ખીલે....
 3. પોતાની સમજ અને શકિત પ્રમાણે વિવિદ્ય વસ્તુઓ,પ્રવૃતિથી તૈયાર કરે...
 4. નિસ્વાર્થભાવે બીજાની સેવા કરવી.
 5. ઈશ્વર અને ધર્મ પ્રત્યે સભાનતા કેળવાય.
 6. બાળકના શારીરિક,માનસિક વિકાસ થાય. તેમજ તેની સુશુપ્ત શકિતઓ બહાર આવે...
 7. બાળકમાં સંપ,સહકાર,ખેલદીલી, નીડરતા, સ્વાવલંબન, સ્વર્નિભરતા જેવા ગુણોનો વિકાસ થાય.
 8. ભારતનો આદર્શ નાગરિક તૈયાર થાય....

વર્ષ દરંમ્યાન થતી પ્રવૃતિઓની ઝલક

 1. દર રવિવારે 9 થી 11 ની વચ્ચે શાળાના મેદાનમાં સ્કાઉટને લગતી જાણકારી આપવી,સમુહ પ્રાર્થના,પરેડ,ગેમ્સ અને અભ્યાસક્રમ મુજબની નિયમિત પ્રવૃતિઓ
 2. કેમ્પફાયર – વષમાં બે થી ત્રણ વખત યોજાતી કેમ્પફાયરના પ્રવૃતિ જે અન્વયે પીરામીડ આકારે ગોઠવાયેલ લાકડાની તાપણી,તેની આજુબાજુ તેના પ્રકાશમાં થતી રંગારંગ અને સ્કાઉટ સ્પધાઓ યોજવામાં આવે છે.
 3. ખરીકમાઈ- બાળક રૂપિયાનું મુલ્ય સમજે એ માટે વર્ષમાં એક વાર થતો શાળામાં યોજાતા આનંદ મેળામાં સ્કાઉટ બાલવીરોના બે ત્રણ સ્ટોલ જેવા કે ઠંડા,પીણા, પાણીપાઉચ, નાસ્તો વગેરે ગોઠવી ખરી કમાઈ કરી ક.જિ. સ્કા.ગા.સંઘને મોકલી આપવામાં આવે છે.
 4. તંબુ સુશોભન- અગવડતામાં સગવડતા કેમ કરવી એ હેતુને સિધ્ધ કરવા આ પ્રવૃતિ થાય છે જેમાં સ્કાઉટ બાલવીર જાતે તંબુ ગોઠવશે અને સુશોભન કરશે .જેનાથી દોરીના ઉપયોગો, ગાંઠોના પ્રકાર,લાઠીની ગોઠવણી વગેરે શીખે છે.
 5. કુકીંગ સ્પર્ધામાં બાળક જાતે દેશી ચુલો બનાવી કાચો સામાન ઘરેથી લાવી લાકડા એકઠા કરી 1 કલાકના સમયગાળામાં ખાદ્ય આઈટમ બનાવી,સજાવી નિર્ણાયકને રજૂ કરે છે. આ સ્પર્ધાની ખાસીયત એ છે કે ઓછા પાત્રો અને ઓછી વસ્તુથી સ્વાદિષ્ટ ખાણુ બનાવે છે.
 6. વેસ્ટમાંથી બેસ્ટ,હોસ્પિટલની મુલાકાત,ગ્રાઉન્ડસફાઈ,હાઈક,ટ્રેકીંગ,પ્રવાસ-પર્યટન જેવી પ્રવૃતિઓ યોજાય છે.
 7. 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરીના જેવા રાષ્ટ્રીય તહેવારોમાં આ શાળામાં યોજાતો સંસ્થાની તમામ શાળાઓને સંયુકત ધ્વજવંદન કામગીરીની વ્યવસ્થા, પરેડ,મુખ્યમહેમાન પાસે ધ્વજવંદન કરાવવું જેવી કામગીરી...
 8. શહેરના પોલિસ દળના માર્ગદર્શન હેઠળ મુંદરાના મુઘ્ય માગો પર ટ્રાફીક નિયમન કાર્યક્રમમાં ગણવેશ સાથે ઉપસ્થિત રહી ટ્રાફીક નિયમન જેવી પ્રવૃતિ શીખે છે. અને સંભાળે છે.
 9. શાલાના રમતોત્સવ,વિજ્ઞાન, પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન, સરકારના જાહેર કાર્યક્રમોમાં પણ સ્કાઉટ બાલવીરો ખડે પગે વ્યવસ્થા સંભાળે છે.
 10. વાર્ષિક મહોત્સવમાં અંગકસરતના દાવ (પીરામીડ) જેવી એવરગ્રીન પ્રવૃતિ રજુ કરે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ