શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - ઈકોકલબ પ્રવૃતિઓ

પ્રસ્તાવના

આ શાળામાં લગભગ છેલ્લાં એક દાયકાથી ઈકોકલબની પ્રવૃતિ ચાલે છે. જેમાં દર વષે 50 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. હાલ આ શાળાના મ.શિ શ્રી આર.આર.પઢેર સંભાળી રહયા ચે. શાળાના ઈકોકલબનું નામ ગુંજન ઈકોકલબ છે. ઈકોકલબની પ્રવૃતિઓ દ્વારા શાળાનું વાતાવરણ રમણિય બની રહે છે.

હેતુઓ

  1. રાષ્ટ્રની કુદરતી સંપતી તેમજ પર્યાવરણનું જતન કરવું.
  2. વૃક્ષારોપણ અને તેનું જતન કરવું.
  3. વન્ય જીવો પ્રત્યે દયાભાવ તેમજ એના સંર્વધન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય.
  4. વિદ્યાર્થીઓ ઉજાનો કરકસર પૂર્વક ઉપયોગ કરતા શીખે.
  5. પ્રાકૃતિક વારસાની જાણવણી અને તેનું જતન કરવા લોકોને જાગૃત કરે.

ગુંજન ઈકોકલબની પ્રવૃતિઓ

ઈકોકબલ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ દર વર્ષ ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે.� પર્યાવરણનું જતન કરવું એઅત્યારની ખૂબજ મહત્વની જરુરિયાત બની છે જે આજના પ્રવર્તમાન સમાજમાં વૃક્ષોનું જતન થાય તેનો ખ્યાલ આપી વૃક્ષોનું માનવી અને જીવન સૃષ્ટીને કઈ રીતે ફાળે આપે તથા પર્યાવરણનાં પડકાર રૂપ પ્રશ્રની સમજ સાથે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે શાળાની આસપાસ તેમજ જાહેર રસ્તાઓ અંદાજે દોઢસો થી બસો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે છે.

શાળામાં� તા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનાની ઉજવણી કરવામાં આવે છે જેમાં જુદા જુદા પ્રકારનાં પ્રદૂષણ ની ચર્ચા કરવામાં આવે છે.તેમજ તેનાથી ભવિષ્યમાં થનારી અસરની સમજ આપવામાં આવે છે. તથા મહિનામાં એકવાર વિદ્યાર્થી પર્યાવરણ અંગે જાગૃત થાય તે માટે મિટિંગ રાખવામાં આવે છે.

શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શેરી સફાઈ,સમુહ સફાઈ નાટકો,ચિત્રસ્પર્ધા વાર્તાલાપ, નિબંધ સ્પર્ધા જેવા� કાર્યક્રમો યોજાય છે. તે ઉપરાત વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વસ્તી વધારાનાં પ્રશ્રો અને વસ્તી વધવાને કારણે પર્યાવરણ ઉપર થતી અસરોની ચર્ચા કરવામાં આવે છે.

ઓગષ્ટ માસમાં વૃક્ષનું મહત્વ, વકતવ્યો, વૃક્ષ કાવ્યગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓને એક વૃક્ષ દતક આપવામાં આવે છે. તથા ગામડાની મુલાકાત અને પ્રાથમિક શાળાની મુલાકાત લેવામા આવે છે.

સપ્ટેમ્બર માસમાં વિશ્વ ઓઝોન દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીને વાતાવરણમાં થતાં ફેરફારોની જાણકારી આપવામાં આવે છે. વૈશ્વિક પ્રશ્રો અનગ્લોબલ વોમિગ અંગે સમજ તથા વકતૃત્વ સ્પર્ધા યોજાય છે.

ઓકટોબર માસ માં એનિમલ વેલફેર ડેની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને, પાંજરાપોળની મુલાકાત,નર્સરી મુલાકાત લેવામાં આવે છે.તે વિદ્યાર્થીઓ પાસે પ્રાણીઓ અને પક્ષીઓની સચિત્ર માહિતી તૈયાર કરવામાં આવે છે.

ડિસેમ્બર - માસમાં વિશ્વ પ્રદુષણ નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે. તેમજ એરિયા પ્લાટની મુલાકાત,મીઠાના અગરની મુલાકાત,સમૂહ ભોજન જેવા કાર્યક્રમો યોજાય છે. તથા દૈનિક પેપરમાંથી પર્યાવરણમાં બનતી ઘટનાઓની પેપર કટિંગ દ્વારા વિદ્યાર્થીઓ પાસે માહિતી એકમિત્ર કરવામાં આવે છે.

જાન્યુઆરી મહિનામાં સફાઈ ઝુંબેશ, પ્લાસ્ટિક ની થેલી અંગે જાગૃતતા કાર્યક્રમો યોજાય છે. તે ઉપરાંત વિશ્વ યુવા દિનની� ઉજવણી કરવામાં આવે છે. ફેબ્રઆરી મહિનામાં વર્લ્ડ વેટલેન્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ