શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - સાયન્સ કલબ

-

સાયન્સ કલબ એક એવી સમિતિ છે. જયાં અલગ અલગ વયજૂથ ધરાવતાં લોકો ભેગા મળી વૈજ્ઞાનિક પ્રવૃતિઓ હાથ ધરે છે. રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા સિધ્ધાંતો તથા અભ્યાસક્રમમાં આવતાં વૈજ્ઞાનિક મુદ્વાઓને વિવિધ પ્રવૃતિઓ, પ્રયોગો દ્વારા સરળતાથી સમજવા માટેનું� મજબૂત માળખું સાયનસ કલબ પ્રદાન કરે છે. સાયન્સ કલબના સભ્યો પોતાના વૈજ્ઞાનિક અભિગમથી સમાજની બદીઓ દુર કરી સામાન્ય જનજીવનમાં વૈજ્ઞાનિક જાગૃતિ લાવવા માટેનાં પ્રયત્નો કરે છે.

વર્તમાન સંદર્ભમાં સ્કુલ સાયન્સ કલબ શાળાઓમાં સ્થાપિત આવી જ એક પ્રકારની સમિતિ છે. જેમાં શિક્ષકો પોત પોતાના જ્ઞાન અને અનુભવ દ્વારા બાળકોમાં પ્રયત્નશીલ સંશોધનાત્મક અભિગમ કેળવવા માટે વિવિધ કાર્યક્રમો , સ્પર્ધાત્મક વલણ વધે છે. વિજ્ઞાનને સમજી જીવનમાં ઉતારવાની પ્રેરણા મળે છે. સાયન્સ કલબ માટે સંયોજક ઉપરાંત 10 સભ્યોનું એકે એવા ઘણા બધા સમૂહો હોઈ શકે, જેથી એક શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓને કલબની પ્રવૃતિઓ લાભ મળી શકે.

કચ્છની 50 ગુજકોસ્ટ સાયન્સ કલબનું સંચાલન ધી ઈનિડયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છ મિત્ર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર કરે છે.

સાયન્સ કલબના હેતુઓ

  1. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો.
  2. શાળાકીય અભ્યાસક્રમ ને પ્રવૃતિલક્ષી બનાવવો
  3. બાળકો માટે વિજ્ઞાન અને ગણિત શિક્ષણની નવી પધ્ધિતઓ વિકસાવવી
  4. બાળકોમાં અવલોકન તાકિક અને પૃથ્થકરણીય અભિગમનો વિકાસ કરવો.
  5. જીવનના વિવિદ્ય તબકકે વિજ્ઞાનની� ઉપયોગીતા અને તેનું મહત્વ સમજાવવું.
  6. વૈજ્ઞાનિક જાગૃતિ અથે ભારત સરકાર ના પ્રયત્નોનો પ્રયાસ સમજાવવું.
  7. જીલ્લા અને રાજય કક્ષાએ વિવિદ્ય સ્પર્ધાઓ અને કાર્યક્રમો દ્વારા વિજ્ઞાન વિષયક પ્રવૃતિઓનું આયોજન અને સંચાલન કરવું.
  8. સમાજમાં પ્રવર્તતા અંધશ્રધ્ધા,વહેમ કે કુરિવાજો પ્રત્યે લોક જાગૃતિ કેળવવી.
  9. નવી પેઢીને વૈજ્ઞાનિક વિચારસરણી આધારિત બનાવવી.

ગુજકોસ્ટ સાયન્સ કલબ પ્રવૃતિઓ

પ્રયોગ પ્રદર્શન

ગુજકોસ્ટ સાયન્સ કલબની શાળામાંમ સ્થાપના કરવામાં આવી જેમાં ધો.8 થી 10 ના 50 વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવ્યા.

ગુજકોસ્ટ સાયન્સ કલબના નેજા હેઠળ શાળાના પ્રાર્થના હોલમાં ગુજકોટ સાયન્સ કલબના વિદ્યાર્થીઓ દ્વારા ધો. 8 થી 10 માં આવતા પ્રયોગોનું નિર્દેશન રાખવામાં આવ્યું હતું.

આ નિર્દેશનમાં� 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને 25 પ્રયોગને લગતી પોસ્ટરો બનાવી ગોઠવવામાં આવ્યાં હતાં. શાળાનાં તમામ વિદ્યાર્થીઓએ પ્રયોગ અંગેની માહિતી આપવામાં આવી હતીં.

આ પ્રર્દશન બે દિવસ ચાલ્યું હતું. સમાપન પ્રસંગે પ્રથમ ત્રણ ક્રમે રહેલ પ્રયોગના વિદ્યાર્થીઓ આચાર્યશ્રી મારફતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા� હતાં.

સામાન્ય જ્ઞાન સ્પર્ધા

વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન વિકાસે અને વિવિદ્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તેમજ સામાન્ય જ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે આજ રોજ મેદાનમાં સાયન્સ / સામાન્ય જ્ઞાન� કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધામાં સાયન્સ કલબના 15 વિદ્યાર્થીઓને 5 ટીમમાં ભાગ લીધો વિદ્યાર્થીઓને પાંચ રાઉન્ડમાં ભારત,.વિશ્વની આધુનિક પ્રવાહો,રાજકારણ,સંસ્કૃતિ,ઈતિહાસ, ભુગોળ, વિજ્ઞાન જેવા વિષયો પર પ્રક્ષો પૂછવામાં આવ્યા. સ્પર્ધાને અંતે પ્રશ્ર ત્રણ ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી. કવીઝ માસ્ટર શ્રી પી.પી.સોઢા દ્વારા સામાન્ય જ્ઞાનની આપણા જીવનમાં અગત્યતા અંગે વકતવ્ય આપવામાં આવ્યું. સમગ્ર શાળાએ કવીઝને રસપ્રદ રીતે માણી,કવીઝ સંચાલન શ્રી પી.પી.સોઢા અને સ્કોટરર તરીકે એન.આર.જોષી અને એમ.એચ.ઠકકરે સેવા આપી હતીં.

વિજ્ઞાન દિવસોની ઉજવણી

શાળામાં વર્ષે દરમ્યાન આવતા વિવિધ દિવસોની ઉજવણી

વર્ષ દરમ્યાન આપના વિવિધ દિવસો જેવા કે ઓઝોન દિવસ વર્લ્ડ હેલી ટાઈટડે,વાઈલ્ડ લાઈફ વીક,વર્લ્ડ ફ્રુડ સાયન્સ ડે,રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વગેરે ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોના� ઉજવણીમાં વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,પોસ્ટર સ્પર્ધા,ફિલ્મ શો વગેરે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધો. 8 થી 10ના ગુજકોસ્ટ સાયન્સ કલબના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે.

આ શાળાના તમામ વિદ્યાર્થીઓની� કાર્યક્રમને માણ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ