શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - ખેલ મહાકુંભ

-

શાળામાં 21મી નવે.-2010ના ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયનાં તમામ તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.તમામ સ્પર્ધાઓનું સીટ કક્ષાએ, તાલુકા કક્ષાએ ,જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ તમામ સ્પર્ધાઓમાં બહેળી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તમામ શાખાના કર્મચારીઓએ તેમજ તાલુકાના નગરજનોને પોતાના કૌશલ્યને વિ. કસાવવાની એકતક મળી હતી. ગુજરાત રાજયમાં છુપાયેલા ખેલદિલિ તેમજ ખેલ પ્રતિભાઓને ઉચ્ચ સ્તર સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મુંદરા તાલુકાની સીટ-1 કક્ષાએ કુલ 1066 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં કબડડી,ખોખો, વોલીબોલ અને� એથલેટીકસ રમતોનું� આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક,ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તે મજ સીટી પોલિસ તેમજ મરીન પોલિસના મુખ્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓનાં આયોજનમાં શાળાના વ્યાયામ શિક્ષકોએ રેફરી બજાવી હતી. મુંદરા તાલુકાના અદાણી ફાઉન્ડેશન,ટ્રસ્ટનાં સભ્યો તે મજ અન્ય હોદેદ્વારો તરફથી તમામ ખેલાડીઓના ચા / પાણી / નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્પર્ધાનાં અંતે તમામ વિજેતાઓને અદાણી ફાઉન્ડેશન તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

શાળાકીય સિનિયર / જુનિયર રમત-ગમત અહેવાલ

શાળામાં દર વર્ષે જુલાઈ-ઓગષ્યમાં યોજાતી આ રમત-ગમત પ્રવૃતિમાં� વિદ્યાર્થીઓ એ સક્રિય થઈ ભાગ લે છે. આ સ્પર્ધાઓ સિનિયર વિભાગમાં 16 વર્ષથી ઉપરનાં ભાઈઓ-બહેનો તથા જુનિયર વિભાગમાં 16 વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો એમ બે વિભાગમાં યોજવામાં આવે છે. તાલુકા કક્ષાની તમામ કક્ષાની તમામ સ્પર્ધાઓનું આયોજન� શેઠ આર.ડી.ઉ.મા.શાળામાંજ કરવાનું હોતા તમામ સ્પર્ધાઓનું આયોજન શાળાના� વ્યાયામ શિક્ષણશ્રી પી.ડી.બાંભણિયા દ્વારા કરવામાં આવે છે. જેમાં કબડ્ડી,ખોખો ,વોલીબોલ અને એથલેટીકસ રમતોનું આયોજન કરવામાં આવે છે. તાલુકાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે છે. વર્ષ -2009-10માં શાળાના વિદ્યાર્થી મોહસીને (કુસ્તીની સ્પર્ધા) માં રાજય કક્ષા સુધી ભાગ લીધેલ હતો.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ