શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - યુવા-મહોત્સવ

-

મુંદરા તાલુકાનાં 44માં યુવા મહોત્સવની તારીખ 5-10-10 અને 6-10-10નાં રોજ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી .યુવા પ્રતિભાઓની ખોજ અને યુવાધનમાં કૌશલ્યાને મંચ� આપવાના હેતુથી ગુજરાત રાજય યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને રાજય યુવક બોર્ડનાં ઉપક્રમે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

તા.5-10-10 મંગળવારનાં રોજ સવારે 9-30 કલાકે યુવા મહોત્સવ મુંદરાના અધ્યક્ષ અને મુદરા તાલુકાના મામલતદારશ્રી યોગરાજસિંહ ઝાલા સાહેબ અને આર.ડી.એજયુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિનાં પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ એસ.જેસરે દીપ પ્રાગટય દ્વારા મુંદરા તાલુકાનાં 44 મો યુવા મહોત્સવને ખુલ્લો મુકવાંમાં આવ્યો. યજમાન સંસ્થા શેઠ આર.ડી.ઉ.મા.શાળાના સિનિયર શિક્ષક શ્રી એ.એ.ખત્રીનાં સ્વાગત પ્રવચન બાદ યુવા મહોત્સવ અધ્યક્ષશ્રી ઝાલા સાહેબે શબ્દોના માધ્યમથી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો. પોતાના વકતવ્યમાં શ્રી ઝાલા સાહેબે યુવાધનની સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા આહવાન કયું હતું. જયારે શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર પોતાના વકતવ્યમાં યુવા પ્રતિભાઓને શુભેચ્છા પાઠવી હતી અને યુવા કૌશલ્યને અભિવ્યકત કરી મુંદરા તાલુકાનું નામ રોશન કરવા શુભેચ્છા વ્યકત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉજવાતા આ યુવા મહોત્સવ મુંદરા તાલુકાની યુવા પ્રતિભાઓ રાજય કક્ષાએ પણ શ્રેષ્ઠ દેખાવ દ્વારા પોતાનાં કૌશલ્યનો પરિચય વારંવાર કરાવ્યો છે.

બે દિવસ ચાલેલા આ યુવા મહોત્સવમાં મુંદરાની વિવિદ્ય શૈક્ષણિક સંસ્થાઓ બી.એડ.કોલેજ,આટર્સ એન્ડ કોમર્સ કોલેજ અને પી.ટી.સી. કોલેજ અને પી.ટી.સી. કોલેજનાં અધ્યાપકોનાં સહયોગથી સ્પધકોનાં ઉત્સાહ અને યજમાન સંસ્થાના આચાર્ય શ્રીમાન એસ.ડી.વ્યાસનાં સંનિષ્ઠ પ્રયાસોને કારણે કુલ 152 કરતા પણ વધારે સ્પર્ધકોને 21 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

ત્રણ વિભાગમાં યોજવામાં આવેલી વિવિદ્ય સ્પધાઓમાં શાસ્તીય નૃત્ય,એકપાત્રીય અભિનય,સમુહગીત, ભજન અને હોદા-છંદ-ચોપાઈ જેવી સ્પર્ધાઓએ ખાસ આર્કષણ ઉભું કયું હતું. વિવિદ્ય સ્પર્ધાના નિર્ણાયક તરીકે મુંદરાની સી.કે.એમ. કન્યા વિદ્યાલયનાં આચાર્યા ડૉ.હીનાબેન જાની,ભદ્રેશ્વર હાઈસ્કુલનાં આચાર્યશ્રી પીપળીયા સાહેબ અને રતાડીયા હાઈ.સ્કુલના આચાર્યશ્રી શુકલા સાહેબ અને મુંદરાનાં જાણીતા શાયર શ્રી ધરાના એ પોતાની સેવાઓ આપી હતી.

વિવિદ્ય શૈક્ષણિક સંસ્થાઓનાં ઉત્સાહ ભર્યા પ્રતિસાદને કારણે આ ઉજવણી ખરા અથમાં મહોત્સવ બની હતી તા. 05-09-09 નાં રોજ વિવિદ્ય સ્પર્ધાઓમાં વિજેતા બનેલ સ્પર્ધાકો નામ ધોષિત કરવામાં આવ્યાં હતાં. વિવિદ્ય સ્પર્ધાઓમાં બી.એડ.કોલેજ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ઉત્કૃષ્ઠ દેખાવ દ્વારા બાજી મારી હતી.

સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા યજમાન આચાર્ય અને યુવા મહોત્સવ મુંદરાના કન્વીનર શ્રી એસ.ડી. વ્યાસ અને સહ કન્વીનર શ્રી પી.ડી. બાંભણિયાએ ભારે જહેમત� ઉઠાવી હતી. સમગ્ર યુવા મહોત્સવનું સંચાલન શેઠ આર.ડી.ઉ.મા. શાળાના શ્રી આર.બી..ત્રિવેદી અને શ્રી એન.કે.પટેલના શબ્દોનાં શણગારથી કયું હતું.સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ