શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D. Higher Secondary School, Mundra | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  1. મુંદરા તાલુકાનો એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા ઇચ્છતો હોય તો તે શિક્ષણથી વંચીત ન રહી જાય.
  2. તાલુકાના વિદ્યાર્થીઓ પ્રાથમિકથી સ્નાતક સુધીનું શિક્ષણ મુંદરામાંથી મેળવા શકે.
  3. શિક્ષણનો આધારસ્તંભ શિક્ષકે છે. માટે સારા શિક્ષકો પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તૈયાર કરવા.
  4. સાંપ્રત મુંદરાની વર્તમાન સ્થિતિને અનુકીળ વિદ્યાર્થીઓ તૈયાર કરવા.
  5. મુંદરામાં ઔદ્યોગિક વિકાસની હરણફાળ છે તેવા સમયે ઔદ્યોગીક એકમોને સ્થાનિકથીજ સારૂ શિક્ષણ મેળવેલા ઉમેદવારો મળી રહે એ પ્રકારની કેળવણીનો વિકાસ અને વ્યાપ........
  6. કન્યા શિક્ષણ દ્વારા મહિલા વિકાસ-જાગૃતિ ઉભી કરવી. આધુનિક નારીનું નિર્માણ.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

  1. શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી સંસ્થાઓમાં નાત-જાત વર્ણ કે લિંગના ભેદભાવને ધ્યાનમાં લીધા સિવાય તમામ બાળકોનાં શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવું.
  2. શૈ.સંસ્થાઓને જરૂરી સાધન તથા વસ્તુઓની સુવિધા પૂરી પાડવી.
  3. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ પણ સ્થાનિકેજ ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરી શકે તે માટે બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓ ઉભી કરવી.
  4. તાલુકામાં કન્યા કેળવણીનો વધુને વધુ વિકાસ થાય એ હેતુથી કન્યા શાળા. મહિલા પી.ટી.સી.ના તાલીમી સંસ્થા.

શાળાનું વિઝન

અમે શેઠ આર.ડી.એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ આર.ડી..ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવારના સભ્યો કેળવણીની પ્રક્રિયાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા મૂલ્યો વડે વિભૂષિત જીવન પ્રત્યે સકારાત્મક અને વૈજ્ઞાનિક દષ્ટિકોણ ધરાવતાં સુસંસ્કૃત,આધુનિક ભારતીય વિશ્વનાગરિકનું નિર્માણ કરી સમાજ પ્રત્યેનું ઉતર દાયિત્વ નિભાવીશું.